Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પહેલા ખાધી કિક પછી થયો પંચનો વરસાદ, આ ભારતીય ફાઇટરે UFCમાં ઇતિહાસ રચ્યો

ભારતીય ફાઇટર અંશુલ જ્યુબિલીએ દેશ માટે શાનદાર કામ કર્યું છે. તેણે રોડ ટુ યુએફસીમાં લાઈટવેટ સ્પર્ધા જીતી છે. આ ભારતીય ફાઇટરએ ઇન્ડોનેશિયાના જેકા સરાગીહને હરાવીને એવું કામ કર્યું છે જે તેની પહેલાં માત્ર એક જ ભારતીય કર્યું હતુ.આ મેચ જીતવા માટે તેને માત્ર બે જ રાઉન્ડ લાગ્યા હતા અને રેફરીએ ટેકનિકલ નોકઆઉટના આધારે ફરીથી અંશુલને વિજેતા જાહેર કર્યો હતો. આ જીત માટે અંશુલે UFC કોન્ટ્રાક્ટ મેà
પહેલા ખાધી કિક પછી થયો પંચનો વરસાદ  આ ભારતીય ફાઇટરે ufcમાં ઇતિહાસ રચ્યો
ભારતીય ફાઇટર અંશુલ જ્યુબિલીએ દેશ માટે શાનદાર કામ કર્યું છે. તેણે રોડ ટુ યુએફસીમાં લાઈટવેટ સ્પર્ધા જીતી છે. આ ભારતીય ફાઇટરએ ઇન્ડોનેશિયાના જેકા સરાગીહને હરાવીને એવું કામ કર્યું છે જે તેની પહેલાં માત્ર એક જ ભારતીય કર્યું હતુ.
આ મેચ જીતવા માટે તેને માત્ર બે જ રાઉન્ડ લાગ્યા હતા અને રેફરીએ ટેકનિકલ નોકઆઉટના આધારે ફરીથી અંશુલને વિજેતા જાહેર કર્યો હતો. આ જીત માટે અંશુલે UFC કોન્ટ્રાક્ટ મેળવ્યો છે અને તે આવું કરનાર માત્ર બીજો ભારતીય બન્યો છે. ભરત ખંડારેને આ કોન્ટ્રાક્ટ તેમની પહેલા મળ્યો હતો.
અંશુલને બંને રાઉન્ડ જીતવામાં વધારે મુશ્કેલી ન પડી. પહેલા રાઉન્ડની શરૂઆતમાં ઈન્ડોનેશિયાના ખેલાડીએ અંશુલને ચીડવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો જવાબ ભારતીય ફાઈટરએ હુમલો કરીને આપ્યો હતો. આ પછી, અંશુલે મોટાભાગના સમય સુધી સમગ્ર રાઉન્ડમાં પ્રભુત્વ જમાવ્યું હતું. તેણે પહેલો રાઉન્ડ આગળ પૂરો કર્યો.
બીજા રાઉન્ડમાં ઈન્ડોનેશિયાના ખેલાડીએ આક્રમણ કરીને અંશુલ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ રહ્યો નહોતો. તેના શરીર પર લાત માર્યા બાદ ભારતીયે પુનરાગમન કર્યું હતું. તેણે ઈન્ડોનેશિયનના ખેલાડીને મુક્કા મારવાનું ચાલુ રાખ્યું. રેફરીએ મુકાબલો અટકાવ્યો. મેચ 3:44 મિનિટમાં સમાપ્ત થઈ હતી.
જીત બાદ અંશુલે કહ્યું, મેં આ લડાઈમાં મારું વર્ચસ્વ બતાવ્યું, તેથી જ હું અહીં છું. મારે સતત સુધારો કરવો છે, મારે આગળ વધવું છે. હું વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરું છું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.